Gujarat

ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
3 Dec 20251 min read
ભેસવડી ગામે 4 જેસીબી, 3 ડમ્પર મળી 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

- નવાગામના બેફામ બનેલા ખનન માફિયાઓ સામે કાર્યવાહી

- જેસીબી-ડમ્પર માલિકો સામે આગળ દંડનિય કાર્યવાહી કરાશે

ભાવનગર : તળાજા તાલુકાના ભેસવડી ગામે નવાગામના ખનન માફિયાઓ બેફામ બની ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદોના આધારે દરોડો પાડી સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપી દીધો છે.

તળાજાના ભેસવડી ગામે આજે મંગળવારે ભૂસ્તરશાસ્ત્રી-ભાવનગરની તપાસ ટીમે દરોડો પાડતા ત્રણ સ્થળે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ થતી હોવાનું જણાઈ આવતા તપાસ ટીમે રેતી ચાળવાના ચારણા, તેને સંલગ્ન સામગ્રી, યોગરાજસિંહ વખતસિંહ ગોહિલ (રહે, નવાગામ)ની માલિકીનું જેસીબી નં.જીજે.૦૪.સીએફ.૧૦૧૫, જીજે.૩૬.એસ.૯૦૮૨, વિજયસિંહ પરબતસિંહ ગોહિલ (રહે, નવાગામ)ની માલિકીનું જેસીબી નં.જીજે.૦૪.સીએફ.૫૪૧૮ અને જીજે.૦૪.સીએ.૧૮૧૮ તેમજ શખ્સની જ માલિકીનું ડમ્પર નં.જીજે.૦૫.બીવી.૬૮૫૧, જીજે.૨૩.ડબ્લ્યુ.૬૮૫૧ અને યોગરાજસિંહની માલિકીનું ડમ્પર નં.જીજે.૩૬.ટી.૯૮૧૮ તથા રેતી/ગ્રેવલ ખનીજના જથ્થા સહિત ૧.૨૫ કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી અલંગ પોલીસ ખાતે સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં શખ્સો સામે આગળ દંડનિય કાર્યવાહી કરાશે તેમ ભૂસ્તરશાસ્ત્રી બી.એમ. જાલોંધરાએ જણાવ્યું હતું.