Gujarat

આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા

By GS TEAM
9 Oct 20251 min read
આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા

- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ખાસ ઝૂંબેશ

- જિલ્લામાંથી લીધેલા લુઝ અને પેકિંગ ઘીના નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા

આણંદ : આણંદ શહેર તેમજ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજી ૨૧ પેઢીઓમાં તપાસ કરી વિવિધ બ્રાન્ડના ઘીના ૩૪ નમૂનાઓ લેવાયા હતા.

આણંદ શહેર તેમજ જિલ્લાના અલગ- અલગ તાલુકાના નગરજનોને દિવાળીના તહેવારોમાં શુધ્ધ ખોરાક મળી રહે તે હેતુથી ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ત્રણ દિવસ સુધી ઘીનું ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ તેમજ મિઠાઇ બનાવામાં તેમજ હોટેલ- રેસ્ટોરન્ટમાં વપરતા ઘીની પેઢીમાંથી ઘીના નમુના લેવાની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. 

કુલ ૨૧ પેઢીઓની તપાસ કરી હતી અને જુદાજુદા લુઝ અને પેકિંગવાળા ઘીના ૩૪ નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. પૃથ્થકરણનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. તેમ યાદીમાં જણાવાયું છે.