અમદાવાદ, મંગળવાર
યુવાધનને નશાની ચૂંગાલમાંથી મુક્ત કરવાની સરકાર માત્ર વાતો કરે છે, ડ્રગ્સ સહિત નશીલા પદાર્થો બજારમાં ખૂલ્લે આમ વેચાઇ રહ્યા છે નશાખોરી ડામવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેમ આ દૂષણ દૂર કરી શકાયું નથી. સીઆઆઇડી ક્રાઇમે રાયખડમાંથી રૃા. ૧૨ લાખની કિંમતની પ્રતિબંધિત નશીલી દવાનો જથ્થો પકડી પાડયો હતો.ં આરોપીઓ ચાણક્યપુરીની મેડિકલની દુકાનેથી ૩૦૦૦ ટેબલેટોની ખરીદી કરી હતી.
ચાણક્યપુરીના મેડિકલના વેપારી પાસેથી ખરીદેલી દવા જમાલપુરનો યુવક નશો કરનારાને વેચવાનો હતો
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઇ, એમ.એન. આદરેજીયાએ ગાયકવાડ વહેલી પોલીસ સ્ટેશનમાં જમાલપુરમાં મેચીઓ ઓલ્ડ કડીયાવાડ ખાતે રહેતા મઝહરખાન પઠાણ તથા જમાલપુરમાં રહેતા ઇમરાન અને મહંમદઆસીફ તેમજ ચાણક્યપુરીમાં મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ચોક્કસ બાતમી આધારે પોલીસે જયસુંદરી હોલ પાસે રાયખડ ખાતે વોચ ગોઠવી હતી અને રિક્ષામાં પસાર થતા ત્રણ આરોપીને પકડયા હતા.
તેઓની તલાસી લેતા તેમની પાસેથી પ્રતિબંધિત નશીલી અલ્પ્રાઝોલમ નામની રૃા. ૧૨ લાખની કિંમતની ૩૦૦૦ ટેલબેટ પકડી પાડી હતી અને પૂછપરછ કરતાં આરોપીેઓએ ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર પાસેથી રૃા. ૫૦૦૦માં ખરીદી કરી હતી. આરોેપીઓ આ નશીલી દવાઓ નશો કરનારાને વેચવાના હતા. પોલીસે મેડિકલના વેપારીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


