Gujarat

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી

By GS TEAM
9 Dec 20251 min read
નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી

હોટલ કેમ ચાલુ કરી કહી

આરોપીઓએ ધારિયા તથા ધોકા લઇ હુમલો કરી સંચાલકને ધમકી આપતા ફરિયાદ

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલ નવલગઢ ગામ પાસે હોટલ શરૃ કરી હોવાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સો દ્વારા હથિયાર સાથે હોટલમાં ઘૂસી જઈ તોડફોડ કર્યા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર નવલગઢ ગામ નજીક આવેલ જય ભવાની હોટલના સંચાલક શક્તિ ભુપતભાઈ મારુણીયા દ્વારા હોટલ શરૃ કર્યું હોવાનું મનદુઃખ રાખી સંજયભાઈ (રહે.નવલગઢ), ભુરાભાઈ અને કરણભાઈ ટુવ્હીલર લઈને હાથમાં ધારિયા તથા ધોકા જેવા હથિયાર લઈ હોટલે ધસી આવ્યા હતા અને હોટલ કેમ ચાલુ કરી ? તેમ જણાવી એકદમ ઉશ્કેરાઈ જઇ હોટલમાં પડેલ સામાન અને સામગ્રી તથા ટેબલ, પંખા,પાણીના જગ સહિતની ચીજ વસ્તુઓ પર ધારિયા તથા ધોકા વડે નુકશાન કરી હોટલ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટયા હતા. જ્યારે હોટલ સંચાલક દ્વારા આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.