Gujarat

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

By GS TEAM
2 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસ દ્વારા દરોડો પાડી ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે જામ સીટી બી.ડીવી પોલિસ મથકમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસ દ્વારા દરોડો પાડી ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે જામ સીટી બી.ડીવી પોલિસ મથકમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, તા.02/05/2026ના રોજ રાત્રે અંદાજે સાડાબાર વાગ્યે ગરીબનગર, પાણાખાણ વિસ્તારમાં કાંતી ઓઈલ મીલ પાસે જાહેરમાં બેસી જુગાર રમાતો હોવાની માહિતી આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન 1) બીલાલ કરીમભાઈ જેડા (ઉંમર 30 વર્ષ), રહે. ગરીબનગર, પાણાખાણ, જામનગર, 2) સલીમ જુસબભાઈ ઘુઘા (ઉંમર 38 વર્ષ, રહે. પ્રભુ મીલ પાસે, પાણાખાણ, જામનગર અને 3) રમઝાન ઓસમાણભાઈ સફીયા (ઉંમર 25 વર્ષ,રહે. કાંતી મીલ પાસે, સહિત ત્રણેય આરોપીઓને જાહેરમાં ગંજીપાનાના પત્તા વડે “રોન પોલીસ” નામનો જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,610ની રોકડ તથા ગંજીપાનાના પત્તા નંગ પણ જપ્ત કર્યા હતા.