Gujarat
રાજપરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝડપાયા
By GS TEAM
3 Nov 20251 min read

- વાડી માલિક ફરાર થવામાં સફળ થયો
- દાઠા પોલીસે કાર, વિદેશી દારૂ, મોબાઈલ મળી રૂા. 5 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : તળાજાના રાજપરા ગામના પાટિયા નજીક આવેલી વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે દાઠા પોલીસે ત્રણ ઇસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાઠા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પીથલપુર થી ગોપનાથ આવતા રસ્તે કાર નંબર જીજે ૦૪ ઇઇ ૮૫૭૦ આવે છે.અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.જે બાતમીના આધારે નવા ગામ રાજપરા ના પાટિયા પાસે આવેલી વાડીમાં ઊભી રહી હતી.તેવામાં દાઠા પોલીસે વાડીમાં દરોડો કરી કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૭૦ બોટલ રૂ.૭૩,૫૦૦ ની મળી આવતા પોલીસે સહદેવ વિક્રમભાઇ કાચેલા, પ્રકાશ વાલજી ભાઇ ગોહિલ,જગદિશ લખમણભાઈ ખેરને વિદેશી દારૂ, કાર ,મોબાઈલ મળી કુલ રૂ.૫,૦૩,૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.જ્યારે વાડી માલિક અશ્વિન જીવનભાઈ મકવાણા નાસી છૂટયો હતો.પોલીસે ચાર ઈસમો વિરૂધ્ધ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









