Get The App

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર 1 - image

મહારાષ્ટ્ર રાજયમાંથી પાર્સલની આડમાં દારૃ બિયર લવાતો હતો

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૃ,બિયર,કાર અને સ્કૂટર મળી રૃ.૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગરભાવનગર,જુના બંદર રોડ, કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે રોડ પર વિદેશી દારૃ અને બિયર ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ભગવાન ઉર્ફે ભરત ઝાલા (રહે.થાણે મહારાષ્ટ્ર ) મહારાષ્ટ્રથી પાર્સલમાં પેક કરીને ભારતીય બનાવટના વિદેશી દારૃનો જથ્થો જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઇ ઝીંઝરીયા (રહે.શીતળામાંના મંદિર પાસે, કુંભારવાડા, ભાવનગર )ને આપવા માટે તેના સંબંધી દિનેશભાઇ સોલંકી (રહે.ખેડુતવાસ, ભાવનગર) ની સફેદ કલરની મારૃતિ ઇકો કાર રજી.નંબર- જીજે-૦૪-ઇજે ૨૬૮૭માં લઇને કેબલ સ્ટેડ બ્રીજથી ભાવનગર તરફ આવી રહ્યાં છે. આ કારનું પાયલોટીંગ બ્લ્યુ કલરનું સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર રજી.નંબર- જીજે-૦૪-ઇડી ૯૨૭૯માં જીગર ઉર્ફે જીગાના બનેવી હિતેશ રાઠોડ ( રહે.કરચલીયા પરા,ભાવનગર) કરે છે.જેથી ભાવનગર,જુના બંદર રોડ, કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે રોડ પર દરોડો પાડી કારમાં તલાશી લેતા પ્લાસ્ટિક વીંટાળેલ પાર્સલમાં કાપડના ટુકડાઓની વચ્ચે પેક કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલ ,બિયર ટીન મળી ૧૨૫  રૃ.૩૧,૨૬૪ અને કાર ,સ્કૂટર મળી રૃ.૨,૯૧,૭૬૪ ના મુદ્દામાલ સાથે દિનેશ મુળજીભાઇ સોલંકી, ભગવાન ઉર્ફે ભરત વિશ્રામભાઇ ઝાલા,હિતેશ રાજેશભાઇ રાઠોડને ઝડપી લીધા હતા.જ્યારે પાયલોટિંગ કરનાર જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઇ ઝીંઝરીયા ફરાર થઈ ગયો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે તમામ વિરૃધ્ધ ભાવનગર શહેર, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.