યુવાન મિત્ર માટે ભાડે મકાન શોધવા ગયો હતો
યુવાનને વડામાં લઈ જઈ લાકડાના ધોકા ,દોરડું અને ગીયરનો વાયર વડે માર માર્યો
ભાવનગર - રાણીકા ભંગના કારખાના પાસે રહેતા યુવાન મિત્રને ભાડે મકાન રાખવા માટે સિંધુનગર સ્મશાન પાસે ગયો હતો.ત્યારે ત્રણ ઈસમોએ માર મારી ખિસ્સામાંથી બળજબર પૂર્વક રૃ.૩૦૦૦ કાઢી લીધા હતા.અને વધારે રૃપિયા આપી જવા ધમકી આપી હતી.
રાણીકા ભંગના કારખાના પાસે રહેતા મહમદતેહજીદ હનીફભાઈ કુરેશીના મિત્ર મેહુલભાઈ ડાભીના ભાઈ માટે રૃમ ભાડે જોવા માટે સરદારનગર ગયા હતા. અને સરદારનગરમાં આવેલ આહીર સમાજ છાત્રાલય પાસે રૃમ ભાડે મળે છે. જેથી રાત્રીના મહમદતેહજીદ ઘરેથી એકટીવા નંબર-જીજે-૦૪ ઈએચ-૨૦૨૦ લઈને સરદારનગર સિંઘુનગર ગયા હતા. અને સરદારનગર સિઘુનગર સ્મશાન પાસે આશરે દસેક વાગ્યે પહોચતા ત્યાં એક ભાઈ ઉભેલ હોય જેથી મહમદતેહજીદ તેને પુછેલ કે, અહીં કોઈ રૃમ ભાડે આપે છે. જેથી આ ભાઈએ મહમદતેહજીદ કહેલ કે, સામેની ગલીમાં રૃમ ભાડે મળે છે. તમે ત્યાં જઈને જોય લો જેથી મહમદતેહજીદ તે ગલીમાં જઈને જોતા પતરાવાળી ઓરડીઓ હતી. અને તેમાં બહારના રાજ્યના માણસો રહેતા હતા. જેથી આ ઓરડીમાંથી બહાર ગલીમાં આવતા ત્યાં બે અજાણ્યા ઈસમો મહમદતેહજીદ પાસે આવેલ અને કહેલ કે, શુ કામ અહીં આવેલ છો. જેથી મહમદતેહજીદ તેઓને કહેલ કે, મારે મારા મિત્ર માટે રૃમ ભાડે જોવે છે. જેથી અહી રૃમ ભાડે હોય તો જોવા માટે આવેલ છુ. તેમ કહેતા બંન્ને જણા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે, જેના રૃમ છે. તેને પહેલા તારે પુછવુ જોવે તેમ કહી મને ગાળો આપવા લાગેલ અને તેમાંથી એક ઇસમ બોલેલ કે, મયંક તુ જલ્દી જા અને સુરેશ સાટીયાને જલ્દી બોલાવીને આવ. તેમ કહેતા મયંક જતો રહેલ અને થોડીવારમાં સુરેશ ને બોલાવીને આવેલ અને આ સુરેશે આવીને કહેલ કે, શું કામ અહીં આવેલ છો. અને તુ અહી ચોરી કરવા આવેલ છો. તેમ કહી મહમદતેહજીદ એક વાડામાં લઈ ગયા હતા.. અને ત્યાં મહમદતેહજીદને નિચે બેસાડી અને ત્રણેય ઇસમોએ લાકડાના ધોકા ,દોરડું અને ગીયરનો વાયર વડે માર મારી સુરેશે તેના પડખામાંથી છરી કાઢેલ અને કહેલ કે, તારી પાસે જેટલા રૃપીયા હોય એટલા આપી દે અને સુરેશે પન્ટના ખીસ્સામાં રહેલ રૃ,૩૦૦૦ બળજબરીથી કાઢી લીધા હતા. અને અહીંથી જવું હોયતો હજુ રૃપિયા આપવા પડશે તેમ કહી દોરડાથી બાંધી માર માર્યો હતો.અને બીજે દિવસે પણ ફોન કરી રૃપિયાની ઉઘરાણી કરી ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે ત્રણ શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
રૃપિયા આપવાના છે તેવો વીડિયો ઉતારી લીધો
મહમદતેહજીદને દોરડા વડે બાંધી માર મારી સુરેશને રૃ.૪૫,૦૦૦ આપવાના છે તેવો વીડિયો ત્રણે ઈસમોએ ઉતારી લીધો હતો.


