Gujarat

3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું

By GS TEAM
16 Mar 20261 min read
3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું

- જમીન પર ખેતી કરી ઉપજ મેળવી લીધી

- યુવાનને વારસાગત મળેલી સંયુક્ત જમીન દબાવી કબજો કરી લીધો હતો

ભાવનગર : બોરડી ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા યુવાનની જમીન ત્રણ ઈસમોએ કબજો કરી જમીનમાં ખેતી કરી ઉપજ મેળવી લેન્ડ ગ્રેબિંગ કર્યું હતું.

મૂળ મહુવા તાલુકાના બોરડી ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા જીતેન્દ્રભાઈ મગનભાઇ બલદાણીયાને બોરડી ગામે ખાતા નંબર ૧૨૧૮ ના સર્વે નંબર ૧૪૪ પૈકી ૩ ની જમીન ૦-૬૫-૭૬ હે. આરે. ચો. મી ની જમીન વારસાગત આવેલી છે.જમીનમાં સંયુક્ત  જીતેન્દ્રભાઈના માતા ,જીતેન્દ્રભાઈ બેન અને બન્ને ભાઈ ભાગીદાર છે.આ જમીન પર નાગજી જીથરભાઇ બલદાણીયા , મોહન રાઘવભાઇ બલદાણીયા, ભરત ભુપતભાઇ બલદાણીયા (રહે.તમામ બોરડી તા.મહુવા જી.ભાવનગર)એ જીતેન્દ્રભાઈની માલીકીની અને સંયુકત માલીકીની રેવન્યુ સર્વે નંબર ૧૪૪ પૈકી ૩ ની કુલ ૦૦-૬૫-૭૬ હે. આ. ચો.મી. માંથી ૦૦-૨૨-૫૯ હે. આરે.ચો. મી.ની જમીન આજદિન સુધી ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડવા સારૂ જમીન ઉપર ખેતી કામ કરી ખેત ઉપજ મેળવી ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો.આ બનાવ સંદર્ભે જીતેન્દ્રભાઈએ ત્રણ શખ્સ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ ખુંટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.