Get The App

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો 1 - image

ગૃપ વિશે કેમ ખરાબ બોલે છે.તેમ કહી

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડાયો, ત્રણ સામે પોલીસમાં ફરિયાદ

ભાવનગર -  ભરતનગર ખાતે રહેતા યુવાનને ત્રણ ઈસમોએ બન્ના ગૃપ વિશે કેમ ખરાબ બોલે છે.તેમ કહી ત્રણેય શખ્સે ધારીયા અને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

ભરતનગર ખાતે રહેતા દર્શનભાઈ અતુલભાઈ ઠક્કર પોતાના ફ્લેટ નીચે બેઠા હતા તે દરમિયાન રામદેવસિંહ અને બે અજાણ્યા ઇસમો કાર લઈને ધસી આવ્યા હતા.અને દર્શનભાઈને કહેલ કે , તું શું બન્ના ગૃપ વિશે ખરાબ બોલે છે.તેમ કહી ધારીયા અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જતા જતા કહેલ કે , બન્ના ગૃપ વિશે બોલીશ તો જાનથી મારી નાખવાની ધ મકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે દર્શનભાઈએ શખ્સ વિરૃધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.