Get The App

જામનગર નજીક બેડી હાલાર સોલ્ટ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા 3 જુગારીઓ પકડાયા : 1.40 લાખની માલમતા કબજે

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક બેડી હાલાર સોલ્ટ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા 3 જુગારીઓ પકડાયા : 1.40 લાખની માલમતા કબજે 1 - image

Jamnagar Gambling Raid : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે હાલર સોલ્ટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ સહિતનો સામાન કબજે કર્યો છે.

 એલસીબીની ટુકડીએ ગઈકાલે હાલાર સોલ્ટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા હુસેન ઇલિયાસ ભાઈ કમોરા, બિલાલ ઉર્ફે સલીમ કરીમભાઈ જેડા અને નવાજ કાસમભાઈ સુંભણીયા સહિત 3 ની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, અને બાઈક સહિત કુલ રૂપિયા 1,40,100 ની માલમતા કબજે કરી લીધી છે.