- રવિ શિયાળુ સિઝનમાં 26,300 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર
- 82-315 ના ભાવ વખતે 57,285 ગુણીની આવક સામે હાલ રૂા. 60-266 થતા આવક ઘટી 35462 ગુણી પર પહોંચી
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થાય છે જેમાં પણ રવિ શિયાળુ પાકની ડુંગળી વર્ષભર ચાલે તે પ્રમાણે રાખવામાં આવે છે. ખાસ કરીને મહુવા-તળાજા પંથકમાં ડુંગળીનું વાવેતર સવિશેષ હોય છે. ચોમાસાનું વાવેતર સિઝન પુરતુ હોય જ્યારે શિયાળાનું વાવેતર લાંબા ગાળાને ધ્યાનમાં રાખી કરાતું હોય છે જેની વાવણી નવે-ડિસે.ના વચ્ચેના સમયગાળામાં કરાતું હોય છે. વર્ષ ૨૫-૨૬માં ખરીફ પાકમાં ૧૬૪૨ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ શિયાળુ સીઝનમાં ૨૬,૩૭૨ હેક્ટરમાં આ વાવેતર નોંધાવા પામ્યું છે જેની ઉપજ હાલ ઉતરી રહી છે અને મેડામાં સંગ્રહીત પણ કરવામાં આવી રહી છે. આમ મહામહેનતે ઉતારેલ ડુંગળી પાકના પણ પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી અને જે ભાવ ૧૦ દિવસ પૂર્વે ભાવનગર યાર્ડમાં ૮૨ થી ૩૧૫ બોલાતા હતા તે આજે ૬૦ થી ૨૬૬ એ પહોંચ્યા છે. જો કે, ડુંગળી પાકી જતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ઉતારો વધ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ૩,૩૫,૫૦૦ ગુણીની નોંધપાત્ર આવક જોવા મળે છે જેના કારણે ઘણીવાર માલનો ભરાવો થવાની સમસ્યા પણ ઉભી થવા પામી હતી. જ્યારે ગઇ તા.૨૪ જાન્યુ.ના રોજ ઉંચો ભાવ મળતા એક દિવસની આવક ૫૭,૨૮૫ ગુણીની હતી. જ્યારે હાલ ભાવ ઓછો મળતા આવક ૩૫૪૬૨ ગુણીની થવા પામી છે. આમ રાજ્યના સીમાડા ઓળંગતી ભાવનગરની ડુંગળીના યોગ્ય ભાવ નક્કી થાય તો સંગ્રહ કરવા કરતા વહેલા પૈસા છુટા કરવા વેચાણ અર્થે યાર્ડમાં આવક પણ વધવાની સંભાવના છે.
રવિ ડુંગળીનું વાવેતર
|
તાલુકો |
હેક્ટર |
|
ભાવનગર |
૨૪૦૭ |
|
ગારિયાધાર |
૭૯ |
|
ઘોઘા |
૨૮૨૦ |
|
જેસર |
૩૧૩૧ |
|
મહુવા |
૬૦૦૬ |
|
પાલિતાણા |
૧૦૯૫ |
|
સિહોર |
૧૦૨૭ |
|
તળાજા |
૯૮૦૦ |
|
ઉમરાળા |
૭ |
|
વલ્લભીપુર |
૫ |


