Gujarat

એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી

By GS Team
14 Aug 20251 min read
This article was originally published on 14 Aug 2025
એમનેસ્ટી સ્કિમ હેઠળ 265 કરદાતાઓને વ્યાજ, દંડમાંથી રાહત મેળવી

- એસજીએસટી ભાવનગર ડિવિઝન હેઠળના 6 ઘટકમાં

- 30 જુન 2025 સુધીમાં સ્કિમ હેઠળ લાભ લેવા 278 અરજીઓ આવી, વિભાગને રૂ. 6.42 કરોડની આવક

ભાવનગર : જીએસટી વિભાગ દ્વારા કરદાતાને વ્યાજ અને દંડમાં રાહત આપવા માટે લાવવામાં આવેલી એમનેસ્ટી સ્કિમ હેઠળ એસજીએસટી ભાવનગર ડિવિઝનના કુલ ૬ ઘટકોમાં ૨૭૮ અરજીઓ આવી હતી. જે પૈકી ૨૬૫ કરદાતાઓએે આ સ્કિમ હેઠળ દંડ અને વ્યાજમાં રાહત મેળવી છે, આનાથી વિભાગને રૂ.૬.૪૨ કરોડની આવક થઈ છે.

જીએસટી કાયદાની કલમ-૭૩ હેઠળ કરદાતાએ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ની કોઈ રકમ ભરવાની બાકી રહી હોય તેના માટે જીએસટી વિભાગ દ્વારા આ રકમના દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપવા માટે જીએસટી એમનેસ્ટી સ્કીમ-૨૦૨૪ લાવવામાં આવી હતી. જેમાં ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા વેરાની સંપૂર્ણ રકમ ભરી તથા ૩૦ જુન સુધીમાં કરદાતાએ પોર્ટલ પર વ્યાજ અને દંડની માફી માટેની અરજી કરી આ સ્કિમનો લાભ લઈ શકે છે. સ્ટેટ જીએસટી ભાવનગર ડિવિઝનના પાંચ ઘટકોમાં ૩૦ જુનની સ્થિતિએ એમનેસ્ટી સ્કિમનો લાભ લેવા માટેની કુલ ૨૭૮ કરદાતાઓની અરજીઓ આવી હતી. જેમાંથી ૨૬૫ કરદાતાઓને આ યોજના હેઠળ વ્યાજ અને દંડમાં રાહત મળી છે. જેમાં ભરપાઈ કરેલા વેરાની રકમ રૂ.૬.૪૨ કરોડ થઈ છે.