Gujarat

પાલનપુર નગરપાલિકા ઉપર ધરોઈ જુથ યોજનાનું 22.80 કરોડનું દેવું

By GS Team
22 Jan 20203 mins read
This article was originally published on 22 Jan 2020
પાલનપુર નગરપાલિકા ઉપર ધરોઈ જુથ યોજનાનું 22.80 કરોડનું દેવું

પાલનપુર, તા. 21 જાન્યુઆરી 2020, મંગળવાર

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ અને દાંતા તાલુકામાં ધરોઈ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકોને પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ પાલનપુર નગરપાલિકા અને મોટાભાગની ગ્રામ પંચાયતો દ્વારા ધરોઈ જુથ યોજનાનું લેણું ભરવામાં લાપરવાહી દાખવવામાં આવતા આ લેણાનો આંક અધધ ૨૯ કરોડ રૃપિયાને આંબી જવા પામ્યો છે. જેમાં ૨૨ કરોડ ઉપરાતનું લેણું તો પાલનપુર નગરપાલિકાનું બાકી બોલે છે.

બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરમાં પાણીની માંગને પહોંચી વળવા માટે ધરોઈ જુથ યોજના હેઠળ વર્ષોથી શહેરીજનોને પીવા તેમજ ઘરવપરાશ માટે પાણી પુરું પાડવામાં ાવી રહ્યું છે અને ધરોઈના પાણીના બદલામાં પાલિકા દ્વારા નિયત કરાયેલ રકમ પાણી પુરવઠા વિભાગમાં ભરવાની હોય છે પરંતુ પાલિકાના શાસકો દ્વારા  ધરોઈ જુથ યોજનાનું લેણું ભરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી છે જેને લઈ પાલીકાના શીરે રૃા. ૨૨.૮૦ કરોડનુ ંલેણું ચડી જવા પામ્યુ ંછે. જેને લઈ પાણી પુરવઠા દ્વારા અનેકવાર આ બાકી લેણું વસુલ કરવા માટે પાલિકાને નોટિસો દ્વારા તાકીદ કરવામાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા પાણીનું લેણું ભરપાી કરવામાં ન આવતા દર વર્ષે લેણાની રકમમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જોકે પાલનપુર તાલુકાના ૭૭ ગામડાઓને પણ ધરોઈનું પાણી પુરું પાડવામાં આવે છે. જેમાં પણ મોટાભાગની ગ્રામ પંચાયતો દ્વારા પાણીનો વેરો ભરવામાં ન આવતા પાણી પુરવઠાના ખાતામાં ૭૭ ગ્રામ પંચાયતોનું ૧.૪૫ કરોડનું લેણું બાકી બોલે છે. જ્યારે વડગામ તાલુકામાં ધરોઈ જુથ યોજના આધારિત ૪૦ ગ્રામ પંચયાતના રૃા. ૮૯ લાખ અને દાંતા તાલુકામાં ૧૫૩ ગ્રામ પંચાયતના માથે રૃા. ૩.૬૧ કરોડનું લેણું ચડી જવા પામ્યું છે. આમ બનાસકાંઠામાં પાલનપુર પાલિકા અને વડગામ, દાંતા અને પાલનપુર તાલુકાના ૨૭૦ ગ્રામ પંચાયતના શાસકો દ્વારા ધરોઈ પાણી પુરવઠાનું બાકી લેણું ભરપાઈ કરવામાં લાપરવાહી દાખવવામાં આવતા પાણી પુરવઠાના ખાતામાં ૨૯ કરોડ જેટલું અધધ લેણું બાકી બોલે છે.

ધરોઈ આધારીત ત્રણ તાલુકાના ૨૭૦ ગામોનું દેવું બાકી

પાણીની અછત ભોગવતા બનાસકાંઠાના વડગામ દાંતા અને પાલનપુર તાલુકાના ૨૭૦ જેટલા ગામોને ધરોઈ જુથ યોજના હેઠળ પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં ગ્રામ પંચયાતો દ્વારા પાણીની રકમ ભરવામાં બેદરકારી દાખવવામાં આવતા આ ગ્રામ પંચાયતોનું ૬.૭૦ કરોડનું લેણું ચડી જવા પામ્યું છે. જેમાં ધરોઈ યોજનામાં શહેરી વિસ્તારમાં આવતા કાણોદર ગ્રામ પંચાયતનું ૭૦ લાખ અને ભાગળ(જ) ગ્રામ પંચાયતનું ૫ લાખ બાકી લેણું બોલે છે.

કયા તાલુકાનું કેટલું દેવું બાકી ?

પાલનપુર તાલુકાના ૭૫ ગામનું ૧.૪૫ કરોડ, વડગામ તાલુકાના ૪૦ ગામનું ૮૯ લાખ અને દાંતા તાલુકાના ૧૫૩ ગામનું ૩.૬૧ કરોડ મળીને કુલ  ૨૭૯ ગ્રામ પંચાયતનું રૃા. ૬.૭૦ કરોડ લેણું બાકી છે તેમજ પાલનપુર શહેરનું ૨૨.૮૦ કરોડ મળીને કુલ ૨૯ કરોડ જેટલું લેણું ચડી જવા પામ્યું છે.

પાલિકા દ્વારા લોકો પાસે પાણી વેરો વસુલાય છે પણ ભરાતો નથી

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી નિયમિત રીતે પાણી સહિતના વેરાની વસુલાત કરવામાં આવે છે અને જે લોકો વેરો નથી ભરતા તેવા બાકીદારોના અગાઉના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. જોકે પાલિકા દ્વારા લોકો પાસેથી પાણી વેરો વસુલાય છે પરંતુ ધરોઈ જુથ યોજનામાં વેરો ભરવાની દરકાર લેવામાં ના આવતા પાલિકાના માથે રૃા. ૨૨ કરોડ ઉપરાંતનું લેણું ચડી જવા પામ્યું છે.