Gujarat

વડોદરા: 23 માંથી 21 પોલીસ મથકો નશાખોરોથી ઉભરાયા, કારોબારીઓ વિરુદ્ધ પણ સ્ટ્રાઈક જરૂરી

By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021
વડોદરા: 23 માંથી 21 પોલીસ મથકો નશાખોરોથી ઉભરાયા, કારોબારીઓ વિરુદ્ધ પણ સ્ટ્રાઈક જરૂરી

વડોદરા, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

વીતેલી રાત્રે વડોદરા શહેર પોલીસ દ્વારા નશાખોરીના દુષણને ડામવા 23 માંથી 21 પોલીસ મથકોના પોલીસ કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી 100થી વધુ દારૂડીયાઓને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ ની કલમ હેઠળ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે નશાખોરીનો કારોબાર કરનાર તત્વો સામે પણ આ પ્રકારની સ્ટ્રાઈક કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

વડોદરા શહેરમાં નશાખોરીના દુષણને ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. પોલીસ ડ્રગ્સ અને નશીલા દ્રવ્યોથી સાવચેત રહેવા અવાર નવાર જાગૃતિ અભિયાન હાથ ધરવાની સાથે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરતી હોય છે. જોકે નશાના બંધાણી અને નશાના કારોબારીઓની પોલીસ ચોપડે નોંધ જોતા ઝાઝો ફરક જણાતો નથી. 

મંગળવારે રાત્રે વડોદરા પોલીસે ફરી એક વખત સઘન પેટ્રોલીંગ હાથ ધરી નશીલા પદાર્થનું સેવન કરનાર 100થી વધુ શખ્સોને ઝડપી પાડી નશાખોરી વિરુદ્ધ સ્ટ્રાઈક કરી હતી. જો કે આરોપીઓએ નશીલા પદાર્થનું સેવન કર્યું તે દિશામાં પણ તપાસ આરંભી નશાના કારોબારીઓ સામે પણ સ્ટ્રાઈક કરવી હાલના તબક્કે જરૂરી બન્યું છે.