- પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ આદરી
- એક લાશને પીએમ માટે મોકલાઇ, એનડીઆરએફની ટીમ દ્વારા અન્ય યુવકની લાશની શોધખોળ હાથ ધરાઇ
લીંબડી : લીંબડીના સૌકા ગામ નજીક કેનાલમાં નાહવા ગયેલા લીંબડીના બે યુવાન ડૂબી ગયા હતા. એક યુવકની લાશને બહાર કાઢવામાં આવી છે. જયારે અન્ય યુવકની લાશને મોડી સાંજે સુધી શોધખોળ કરવામાં આવી છે.
લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં દાવલશા શેરીમાં રહેતા રાહીલ યાસીન બેલીમ અને પાંચ મિત્રો સૌકા ગામ પાસે પસાર થતી કેનાલમાં નહાવા માટે ગયા હતા. તે સમયે રાહીલ યાસીનભાઇ બેલીમ અને જયદિપ દિનેશ વાઢેર ( બંને નાના વાસ, લિંબડી)માં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ રાહીલ બેલીમની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જયદિપ વાઢેરની કેનાલમાં શોધખોળ કરવામાં આવી છતાં પણ પત્તો લાગ્યો ન હતો.


