Gujarat

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી

By GS TEAM
11 Dec 20252 mins read
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી

પૂણે અને ફરીદાબાદમાં યોજાયેલ

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો

ભાવનગર: ભાવનગરની શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજનાં આઈ.ટી. વિભાગની બે ટીમ તાજેતરમાં પૂણે અને ફરીદાબાદ લોકેશન પર યોજાયેલ  સ્માર્ટ ઈન્ડીયા હેકાથોનમાં ભાગ લેવા પહોંચી હતી. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્પર્ધામાં પ્રતમ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળની સ્પર્ધામાં રનરઅપ બની હતી.

તાજેતરમાં ૮મું એડીશન સ્માર્ટ ઈન્ડીયા હેકોથોનનું આયોજન વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ ૬૮૭૬૬ટીમોએ ભાગ લીધો હતો જે દેશભરના આઈ.ટી.આઈ. એન.આઈ.ટી. સહિતની એન્જીનીયરીંગ સંસ્થાનોમાંથી ભાગ લેવા આવી હતી. જેમાં ભાવનગરની શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજના આઈ.ટી. વિભાગની ડિપવાઈઝર એસએસઈસી અને ફયુઝન પર એસએસઈસી એમ બે ટીમોની ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી થઈ હતી. કુલ ૬૦ લોકેશન પર હાર્ડવેર અને સોફટવેર એડીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગ્રાન્ડ ફિનાલે માટે ૧૪૦૦થી વધુ ટીમો પસંદ થઈ હતી. જ્યારે પૂણે લોકેશન પર કુલ ૨૫ ટીમો પાંચ ટ્રેકમાં સ્પર્ધા કરી જેમાં ટ્રેક-૩ પર વિજેતા બનેલ જ્યારે ફરીદાબાદ લોકેશન પર કુલ ૩૦ ટીમો સ્પર્ધામાં જોડાયેલ અને ટ્રેક ૬૩ પર રનરઅપ બન્યા હતા. આમ ભાવનગર શાંતિલાલ શાહ કોલેજના વિદ્યાર્થીઓએ પૂણેના આઈ.આઈ.ટી. ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ૧.૫૦ લાખનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તો બીજી તરફ ફ્યુઝન ફરિદાબાદ સ્થિત એમ.આર.આઈ.આઈ.આર. એસ ખાતે કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ હેઠળ યોજાયેલ ફિનાલેમાં રનરઅપનું સ્થાન મેળવ્યું હતું. વિદ્યાર્થીની આ સિધ્ધીને આચાર્યએ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવરૂપ ગણાવી હતી.