કતલખાને લઈ જવાતા પશુ ભરેલા ટ્રક સાથે 2 ઇસમ ઝબ્બે

- રાત્રિના સમયે ટ્રકમાં પશુ ભરી બન્ને શખ્સ હેરાફેરી કરતા હતા
- બરવાળા પોલીસે પશુઓ, ટ્રક મળી રૂ. 10.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો
બરવાળામાંથી ઇદરીશ હબીબભાઈ કુરેશી ( રહે.ગઢડા કોઠીવાડી આઈશા પાર્ક તા.ગઢડા જી.બોટાદ ) એઝાજ રજાકભાઈ લાખાણા ( રહે.ગઢડા જીનના નાકે ગઢીયા શેરી તા.ગઢડા જી.બોટાદ )એ પોતાના હવાલા વાળો ટ્રક નં- જીજે-૧૪-એટી - ૫૮૯૦ માં અબોલા પશુ (ભેસ) જીવ નંગ-૧૨ ગેરકાયદે ટ્રકમાં ક્રતાપુર્વક ઘાંસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર બાંધી રાત્રિના સમયે વધ કરવાના ઇરાદે હેરાફેરી કરતા બન્ને ઈસમોને બરવાળા પોલીસે પશુ નંગ-૧૨ કિ.રૂ.૨.૪૦,૦૦૦, તથા ટ્રક રૂ.૮,૦ ૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધમાં ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૫૪ ની કલમ ૫,૬,૬(ક)(૧), ૬(ક)(૩), ૬(૪),૮,૯,૧૦ તથા ધી પ્રા ણી ક્રતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ), (એચ) તથા એમ.વી.એકટ ક.૧૯૨ મુજબ બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








