Gujarat

સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, બિલ્ડર પાસેથી રૂ.20 લાખનો કર્યો તોડ

By GS TEAM
7 Dec 20251 min read
TukuTouch Logo
સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ન્યૂડ વીડિયો કોલ કરી બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે યુવતી સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 20 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, બિલ્ડર પાસેથી રૂ.20 લાખનો કર્યો તોડ

Surat News : સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ન્યૂડ વીડિયો કોલ કરી બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે યુવતી સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 20 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં હની ટ્રેપમાં બિલ્ડરને ફસાવીને યુવતી અને તેના ભાગીદારે 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે અભિષેક શેઠીયા અને હેતલ બારૈયાની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી, અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદ અને આરોપી યુવતી બંને ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને વાતચીત કરતાં હતા. જેમાં યુવતી દ્વારા ન્યૂડ વીડિયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કર્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ ન કરવા માટે યુવક પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં યુવતી દ્વારા 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.