નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે

સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ
પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૭.૫૮ લાખનો મુદામાલ કબ્જે લીધા
સિહોર - નેસડા ગામ હીરનગર જવાના રસ્તા ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,નેસડા ગામ હીરનગર જવાના રસ્તા ઉપર કાર નં. જીજે.૦૩ એચકે ૩૦૦૪ ઉભેલ છે અને તેમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૃ ભરેલ છે. અને જે દા રૃ ત્યા બે ઇસમો સગેવગે કરે છે.જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે દરોડો પાડી કારની અંદર વિદેશી દારૃની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો ૪૮૮ રૃ ૨, ૪૮,૦૯૬ નો મળી આવતા પોલીસે યુવરાજ ઉર્ફે શિવરાજ હકુભાઇ ખાચર, મીલન સોમનાથભાઇ રાઠોડને વિદેશી દારૃ, કાર ,મોબાઈલ મળી રૃ.૭,૫૮,૦૯૬ ના મુદામાલ સાથે કરી પૂછપરછ કરતા શિવરાની કાર દારૃની હેરાફેરી કરવા માટે લીધી હતી અને ઇંગ્લીશ દારૃનો જથ્થો આલકુ તથા ઉદયભાઈ ધાંધલ પાસેથી વેચાતો લાવી દારૃનો જથ્થો વિપુલ કલાભાઈ ડાંગર તથા મહેશ દેવશીભાઈ જોટાણા, જયરાજભાઈ શિવાભાઇ મોરીને વેચાણથી આપવાનો હોવાની કબુલાત કરતા પોલીસે સાત શખ્સ વિરૃધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








