Gujarat

બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા

By GS TEAM
3 Jun 20261 min read
બોટાદમાં વિદેશી દારૃની 66 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા

કારમાં દારૃની ડિલિવરી આપવા બોટાદ આવી રહ્યાં હતા

લોકલ ક્રાઈમ બ્રાંચ બોટાદે દારૃ સહિત રૃ.૧૫.૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો

ભાવનગરબોટાદના ઢાંકણીયા રોડ ફાડરના મેલડીમાના મંદિર તરફ જવાના રસ્તે બોટાલ લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૃની ૬૬ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ બોટાદ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદના ઝરીયા ગામે રહેતો અજીત ઉર્ફે લાલો કનુભાઈ કાલિયા જીજે-૦૧-કેઝેડ-૯૧૯૯ નંબરની કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને બોટાદમાં અશ્વિન રાજુભાઈ બાવળીયાને ડિલિવરી આપવા આવશે, જેમાં દારૃ ભરેલી કારની આગળ જીજે-૩૩-કે-૯૮૯૭ નંબરની કારમાં આગળ અશ્વિન બાવળીયા પાયલોટિંગ આપી રહ્યો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાંચ બોટાદને મળતા એલસીબીની ટીમે વૉચ ગોઠવી બાતમીવાળી કારમાં અશ્વિન રાજુભાઈ બાવળીયાને અને પાછળ આવી રહેલી કારને અટકાવી દિનેશ ચતુરરામ બિશ્નોઈને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી રૃ.૬૯,૩૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૬૬ બોટલ સહિત કુલ રૃ.૧૫,૬૯,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા અજીત ઉર્ફે લાલો કનુભાઈ કાલિયા સાથે ભાગીદારીમાં દારૃ મંગાવી ૭ પેટી અજીતભાઈના રહેણાંકી મકાનમાં ઉતારી હોવાની કબૂલાત આપતા ઉક્ત ત્રણેય શખ્સ સામે બોટાદ પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.