Gujarat

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મારકૂટની પોલીસ ફરિયાદ

By GS TEAM
15 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ કરવા અંગે તેમજ સાથી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મારકૂટની પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ કરવા અંગે તેમજ સાથી મહિલા કર્મચારી ઉપર હુમલો કરવા અંગે દિવ્યરાજસિંહ તથા મોસીન નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી મહિલાની દુકાન પાસે ઊભા રહીને બંને આરોપીઓ અપશબ્દો ઉચ્ચારતા હતા, જેથી બંનેને અટકાવવા જતાં બંને આરોપીઓ દુકાનમાં ધસી આવ્યા હતા, અને વેપારી મહિલા સાથે જીભાજોડી કરી હતી. જે દરમિયાન પોતાના પાસે રહેલો લાકડાનો ધોકો કે જેના વડે દુકાનનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન દુકાનમાં કામ કરતાં દર્ષાબેન નામના મહિલા વચ્ચે આવી જતાં તેના ઉપર હુમલો કરી દેવાયો હતો, અને ધાક ધમકી અપાઇ હતી. જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.