Get The App

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા 1 - image

ચાંદીના દાગીના સહિત રૃ.૧.૭૯ લાખનો મુદામાલ જપ્ત

એલસીબીએ એક મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડી આણંદપુર પોલીસને સોંપ્યા

સુરેન્દ્રનગરચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરનાર એક મહિલા સહિત બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડી આણંદપુર પોલીસને સોંપ્યા છે.

ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે થોડા દિવસો પહેલા મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે આણંદપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોરીની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.  જેમાં એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને મંદિરમાંથી ચોરી થયેલ ચાંદીના દાગીના કિંમત રૃ.૬૯,૦૦૦, કાર કિંમત રૃ.૦૧ લાખ અને મોબાઇલ સહિત ફૂલ રૃ.૧.૭૯ લાખના મુદામાલ સાથે નવઘણભાઈ હરિભાઈ ડાભી (રહે. જસદણ) અને એક મહિલા સહિત ૦૨ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપાયેલ શખ્સને આણંદપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.