Get The App

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત 1 - image

બાઈક પર દવાખાનાના કામે જઈ રહ્યાં હતા

રોંગ સાઈડમાં આવેલી કારે અકસ્માત સર્જ્યો, પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર -  પાળિયાદ-રાણપુર હાઈ-વે પર બાબરકોટ ગામ પાસે રોંગ સાઈડમાંથી આવેલી કારે દવાખાનાના કામે બાઈક પર જઈ રહેલા લોકોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાળિયાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

બોટાદ તાલુકાના પીપરડી ગામે રહેતા ભાઈલાલભાઈ પ્રભુભાઈ કાનેટિયાના મામાના દીકરા ચમનભાઈ ગઢીયાના દીકરા વિમલભાઈના પત્નિ રાધીકાબેન તથા દીકરા લક્ષને તાવ આવતો હોય જેથી ભાઈલાલભાઈનો દીકરો અમીતતભાઈ (ઉ.વ.૨૭)નો તેમજ ભાઈલાલભાઈના મામાના દીકરા ચમનભાઈ ગઢીયાના પત્નિ જશુબેન (ઉ.વ.૪૭) મોટર સાયકલ નં. જીજે-૦૪-સીએચ-૩૪૭૭ લઈને પાળીયાદ દવાખાને બતાવવા માટે જતા તે વખતે રાણપુર-પાળીયાદ હાઈ-વે રોડ ઉપર બાબરકોટ ગામ નજીક વળાંકમાં પહોંચતા પાળીયાદ તરફથી કાર નં.જીજે-૩૩-બી-૯૯૮૯ના ચાલકે પોતાના વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોમાઈ તે રીતે ચલાવી મોટર સાયકલ સાથે અથડાવી દેતા ભાઈલાલભાઈના દીકરા અમીતભાઈને ચહેરા ઉપર તથા માથામાં ઈજા તેમજ સાથળ, કમર, અને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ રાધીકાબેન, નાનકડા એવા લક્ષ અને જસુબેન ચમનભાઇ ગઠીયા (ઉ.વ.૪૭)ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઈ અને જસુબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ભાઈલાલભાઈએ કાર ચાલક વિરૃધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.