Gujarat

ગીર સોમનાથના ઉનામાં 2.72 ઈંચ વરસાદ, 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી

By GS Team
23 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં 22-09-2026 સવારના 06:00 થી 23-09-2026 સવારના 06:00 સુધીના 24 કલાકમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો. ગીર સોમનાથના ઉનામાં સૌથી વધુ 69 mm, રાજુલામાં 66 mm અને રાણાવાવમાં 60 mm વરસાદ પડ્યો. 2 જિલ્લામાં 2.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથના ઉનામાં 2.72 ઈંચ વરસાદ, 24 કલાકમાં 47 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી

Gujarat Rain Alert and Updates | ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પણ સક્રિય રહી છે અને તારીખ 22-09-2026 સવારે 06:00 વાગ્યાથી તારીખ 23-09-2026 સવારે 06:00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ગીર સોમનાથના ઉના તાલુકામાં સૌથી વધુ 69 mm (2.72 inch) વરસાદ ખાબક્યો છે. કુલ 47 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જેમાં કુલ બે જિલ્લામાં અઢી ઈંચ તો બે જિલ્લામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

image.png

ઉના ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીના રાજુલામાં 66 mm (2.60 inch) અને પોરબંદરના રાણાવાવમાં 60 mm (2.36 inch) વરસાદ ખાબક્યો છે. તેમજ નવસારીના ખેરગામમાં 57 mm (2.24 inch) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુર અને ભાવનગરના ગારિયાધારમાં 30 mm (1.18 inch) તથા ભરૂચના હંસોટમાં 29 mm (1.14 inch) જેટલો વરસાદ વરસી ગયો છે.

રાજ્યના અન્ય પ્રમુખ વિસ્તારોની વાત કરીએ તો, જામનગરના જામજોધપુરમાં 26 mm (1.02 inch), જૂનાગઢના કેશોદમાં 24 mm (0.94 inch) અને રાજકોટના ગોંડલ તાલુકામાં 21 mm (0.83 inch) વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ સતત જળવાઈ રહ્યો છે.