Gujarat

જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો

By GS TEAM
7 Jun 20261 min read
જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો

પાંચ શખ્સ સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ

રસ્તે ચાલવા મામલે દાદીને ગાળો આપતા શખ્સને ટપારતા મારા મારી થઈ

ભાવનગરધંધુકા તાલુકાના જસાપરા ગામે રસ્તે ચાલવા મામલે દાદીને ગાળો આપતા શખ્સને બે ભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાંચ ઈસમોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોચાડી મોબાઈલ તોડી નાખી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

ધંધુકા તાલુકાના જસાપરા ગામે રહેતા રાકેશભાઈ ઉર્ફે રાંકો રમેશભાઈ મકવાણાના દાદી રતનબેન સાથે સુરેશ કરમશીભાઈ મકવાણા રસ્તે ચાલવા બાબતે ઝઘડો કરી ગાળો બોલતો હોય જેથી રાકેશભાઈ ઉર્ફે રાંકો અને તેના નાનો ભાઈ પ્રકાશભાઇએ ગાળો બોલવાની ના પાડતા સુરેશ કરમશીભાઈ મકવાણા,રાજુ કરમશીભાઈ મકવાણા,સતીષ રાજુભાઈ મકવાણા,હીતેષ રાજુભાઈ મકવાણા,જયેશ રાજુભાઈ મકવાણાએ ઉશ્કેરાઈ બન્ને ભાઈ પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી રાકેશભાઈ ઉર્ફે રાંકોનો મોબાઈલ તોડી નાખી રૃ.૧૦ હજારનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.આ બનાવ સંદર્ભે રાકેશભાઈ ઉર્ફે રાંકોએ પાંચ શખ્સ વિરૃધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.