Get The App

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા 1 - image

ધંધુકા પોલીસે કુલ રૃ.૧૫.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજસ્થાનના બે શખ્સોને દારૃની ૨૦૨૦ બોટલ અને બીયરના ૨૦૭ ટીન સાથે ઝડપી લેવાયા

ધંધુકા - ધંધુકા લીંમડી ત્રણ રસ્તા પાસે ધંધુકા પોલીસે બાતમીના આધારે ફેદરા હાઈ-વે રોડથી ધંધુકા તરફ આવી રહેલી કારમાંથી દારૃ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને કુલ રૃ.૧૫.૩૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફેદરા હાઈ-વે રોડ તરફથી ધંધુકા તરફ કારમાં વિદેશી દારૃનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે ધંધુકા પોલીસે ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ફેદરા હાઈ-વે રોડ તરફથી આવતી કારને અટકવી તપાસતા  કારમાંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી પોલીસે દારૃની કાચ તથા પ્લાસ્ટિકની કુલ ૨૦૨૦ બોટલો અને બિયરના ૨૦૭ ટીન મળી કુલ અંદાજે રૃ.૭,૦૦,૪૫૫નો પ્રોહિ.મુદ્દામાલ તથા કાર મળી કુલ રૃ.૧૫,૩૦,૪૫૫ના મુદ્દામાલ સાથે પાંચારામ દેવરામ સુથાર અને શંકરલાલ પુનમારામ ગોદારા (બિશ્નોઈ) (બન્ને રહે. રાજસ્થાન)ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.