Gujarat
અમદાવાદમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા
By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021

અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021
અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બાર કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.તેર દર્દી કોરોના મુકત થતા ડીસ્ચાર્જ અપાયો
હતો.શહેરમાં ત્રણ દિવસમાં કોરોનાના ૪૨ કેસ નોંધાયા હતા.શહેરના રસીકરણ કેન્દ્રો
ઉપરથી ૩૯૮૬ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૫૬૬૭ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૧૯૬૫૩
લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં
કુલ ૪૧૩૯ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા મ્યુનિ.તંત્ર તરફથી ૩૬૨૪ લોકોને કોરોના વેકિસન
અપાઈ હતી.




