Gujarat

જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્રંથિથી જોડાશે

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
હાલાઇ મેમણ જમાત દ્વારા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી 19માં સમૂહ શાદીનું ભવ્ય આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું છે. તા. 7 ડિસેમ્બરના રોજ યોજાનારા આ સમૂહ લગ્નોત્સવમાં 18 દુલ્હા-દુલ્હન નિકાહના પવિત્ર બંધનથી જોડાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્રંથિથી જોડાશે

હાલાઇ મેમણ જમાત દ્વારા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી 19માં સમૂહ શાદીનું ભવ્ય આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું છે. તા. 7 ડિસેમ્બરના રોજ યોજાનારા આ સમૂહ લગ્નોત્સવમાં 18 દુલ્હા-દુલ્હન નિકાહના પવિત્ર બંધનથી જોડાશે.

આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ પદે  વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન, ઈન્ડિયાના પ્રમુખ ડૉ. હનીફ અધાડી તેમજ અન્ય અતિથિ વિશેષમાં વર્લ્ડ મેમણ  ઓર્ગેનાઈઝેશનના હોદ્દેદારો  અહેસાન ગડાવાલા, શરીફ મેમણ,  ઇમ્તીયાઝ મોટરવાલા, અબ્દુલ કાદીર મેમણ, મુદ્દસર પટેલ,  ફારૂક સુરીયા, શકીલ બાટલીવાલા, શાકીર બાટલીવાલા,  રીયાઝ તેલી, રફીક નુરમામદ સત્યા સહિતનાઓ મંચ શોભાવશે.

આ રોયલ સમૂહ શાદી કાર્યક્રમમાં તા. 7.12.2025ના રોજ રાત્રે 10 વાગ્યે હાલાઇ મેમણ જમાત હોલ ખાતે નાત શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેના શબ્બીર રઝા અઝહરી-સુરત અને મુફતી અયુબ રજા અમજદી-કોલકાત્તા નાત બયાન કરશે. અને નિકાહ તા.7.12.2025ના રોજ રાત્રે  ઈશા નમાજ બાદ ટાઉનહોલ ખાતે તેમજ દાવત-એ-વલીમા તા. 8.12.2025ના રોજ બપોરે હાલાઇ મેમણ જમાત હોલ ખાતે જ યોજાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હાલાઇ મેમણ જમાત-જામનગરના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ હાજી મ. હનિફ લુસવાલા (ગુડલક) સહિત ફારૂક હાજી અ. કાદર ગજાઇ, હાજી ઇકબાલ મ.યુસુફ ગનીવાલા, હાજી  રઉફ અ. સતાર નગીના વાડીવાલા, હાજી ઇકબાલ અ. કાદર દાલુ, હાજી અસરફ નુરમહમદ હાજી રફીક નાનીવાલા, હાજી અશરફ હાજી ઇસ્માઇલ હોલી, કાસમ મોહમદ ટીચુક, જુનેદ અ. કાદર ધ્રોલીયા, એઝાઝ આદિલ નાનીવાલા અકબર આદીલ નાનીવાલા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.