Gujarat

મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત

By GS TEAM
26 Aug 20251 min read
મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત

- મૃતકના પિતાએ ટેમ્પલબેલ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

- સગીર કોલેજથી મિત્રને મૂકી પરત ઘર તરફ બાઈક પર જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : વલ્લભ સોસાયટી પાસે મહાનગરપાલિકાના ટેમ્પલબેલ એ બાઇક પર ઘરે જઈ રહેલા ૧૭ વર્ષીય સગીરને અડફેટે લેતા સગીરાનું મોત થયું હતું.

શહેરના બાળ હનુમાન મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે રહેતા જીતભાઈ રાકેશભાઈ વાઘેલા (ઉ.વ.૧૭) મોટરસાયકલ નંબર જીજે-૦૪-સીજી-૨૨૪૧ લઇને કોલેજ પુરી કરી તેના મિત્રને બ્રહ્મપાર્ક સોસાયટીમાં ઘરે ઉતારી વલ્લભ સોસાયટી પાસે થઈ ઘરે આવતો હતો. તે દરમ્યાન મહાનગરપાલીકાના ટેમ્પબેલ નંબર જીજે-૦૪-જીએ-૦૬૧૨ કચરો ભરીને આગળ જતુ હતું અને તેના ડ્રાઇવર એ એકદમ ઝડપથી ઈન્ડીકેટર આપ્યા વગર વળાંક લેતા જીતભાઈ તેની સાથે ધડાકા સાથે અથડાઈ જતા જીતને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર ની સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં જીતનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પિતા રાકેશભાઈ ટેમ્પબેલના ચાલક વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.