Get The App

ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
ચિખોદરા ગામની સીમમાંથી 17 પેટી વિદેશી દારૂ ઝડપાયો 1 - image

- આરોપી પોલીસને ચકમો આપી ફરાર

- દારૂનો જથ્થો, ટુ-વ્હીલર જપ્ત, બુટલેટરને શોધવા ચક્રો ગતિમાન

આણંદ : ગુરૂવારની રાત્રિના સુમારે ચિખોદરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં છાપો મારીને આણંદ એલસીબી પોલીસે ૧૭ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપિયા ૧.૬૩ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને એક ટુવ્હીલર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

આણંદ પાસેના ચિખોદરા ગામે રહેતો અને વિદેશી દારૂનો વેપાર કરતો હિતેશ ઉર્ફે ભીંડી ચીમનભાઈ પરમાર એ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી ભોલેનાથ ફટાકડાની ગલીમાં આવેલા મંદિર વાળી નળીના ખુલ્લા ખેતરમાં કટીંગ કરી રહ્યો હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે રાત્રિના સુમારે છાપો મારતા પોલીસને જોઈ હિતેશ ઉર્ફે ભીંડી ખેતરાડ રસ્તે ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની નાની મોટી ૧૭ નંગ પેટીઓ કબજે લીધી હતી. જેની અંદાજિત કિંમત એક ૬૩૨૦૦ જેટલી થવા જાય છે. સાથે સાથે પોલીસે એક ટુ-વ્હીલર પણ કબજે લીધું હતું. પોલીસે વિદેશી દારૂ અને ટુ-વ્હીલર આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા આણંદ ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર થઈ ગયેલ બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે