Gujarat

મહાપાલિકાની સ્ટેન્ડીંગમાં જનભાગીદારી યોજના હેઠળ 15 કામને બહાલી અપાઈ

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
મહાપાલિકાની સ્ટેન્ડીંગમાં જનભાગીદારી યોજના હેઠળ 15 કામને બહાલી અપાઈ

- ડ્રેનેજ વિભાગ સહિતની કેટલીક કામગીરી માટે રૂપીયા રી.એ. કરવા મંજુરી 

- મિલ્કત વેરાના બીલો બજવવાનો રૂ. 12 લાખનો ખર્ચ, 8 લાખનુ અનુદાન, રૂ. 3.54 લાખનો ખર્ચ મનપાના સ્વભંડોળમાંથી અપાશે  

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે મંગળવારે જુદી જુદી કામગીરી માટે રૂપીયા રી.એ. કરવા સહિતના ઠરાવોને મંજુરી અપાઈ છે. જનભાગીદારી યોજના હેઠળ ૧પ કામને બહાલી અપાઈ હતી. સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ચર્ચાને અંતે જુદા જુદા કામના ર૧ ઠરાવને મંજુરી આપવામાં આવી હતી. 

મહાપાલિકાની કચેરીમાં મીટીંગ રૂમ ખાતે આજે મંગળવારે સાંજના સમયે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. ભાવનગર મનપાના કેટલીક કામગીરી માટે રૂપીયા રી.એ. કરવા મંજુરી આપવામાં આવી હતી, જેમાં ડ્રેનેજ વિભાગના સ્ટ્રોમ ડ્રેઈન રીપેર અને રીનોવેશન હેડે તૂટ પડતા ડ્રેનેજ વિભાગના પાણી પ્રદુષણ (પોલ્યુશન) નિયંત્રણ શેષ હેડેથી રૂ. ૧૯ લાખ રી.એ. કરાશે, ડ્રેનેજ વિભાગમાં સુઅર લાઈન રીપેર હેડે તૂટ પડતા ડ્રેનેજ વિભાગના જેટીંગ મશીન તથા અન્ય વાહનો ઓપરેશન એન્ડ મેઈનટેનન્સ કોન્ટ્રાકટ હેડેથી રૂ. ૯ લાખ રી.એ. કરાશે, ઘરવેરા (પૂર્વ) વિભાગના ટેક્ષ રીફંડ હેડે તૂટ પડતા ઘરવેરા વિભાગના કાર્પેટ એરીયા મુજબના ટેેક્ષેસન અને નેટવર્ક માટેના રીસર્ચ હેડેથી રૂ. ૧પ લાખ રી.એ. કરાશે, યોજના વિભાગના પગાર હેડે તૂટ પડતા યોજના વિભાગના અન્ય ભથ્થા હેડેથી રૂ. ૭ લાખ રી.એ. કરાશે, ડ્રેનેજ વિભાગના ડી.એનર્જી વીજળી હેડે તૂટ પડતા ફિલ્ટર વિભાગના સી એનર્જી પમ્પ ઈલે. હેડેથી રૂ. પ૦ લાખ રી.એ. કરાશે, સ્ટોર વિભાગમાં જુદી જુદી સેવાઓ આઉટ સોર્સીંગથી ભરવા માટેનો ખર્ચ હેડે તૂટ પડતા કમી. કચેરી વિભાગના ખાલી જગ્યાઓ હેડેથી રૂ. ૬૦ લાખ રી.એ. કરવા બહાલી આપવામાં આવી હતી. 

નાણાંકીય વર્ષ ર૦ર૧-રર માટે મિલ્કત વેરાના બીલો બજવવાનો અંદાજીત ખર્ચ રૂ. ૧ર લાખ છે, યુનિયન બેંક ઓફ ઈન્ડીયા દ્વારા ડોનેશન હેડે ગત વર્ષની માફકત રૂ. ૮ લાખનુ અનુદાન ફાળવવામાં આવેલ છે. અનુદાનની રકમ સરભર કર્યા બાદ બાકીની રકમ રૂ. ૩,પ૪,૦૮૯નોે ખર્ચ મનપાના સ્વભંડોળમાંથી ઘરવેરા વિભાગના કન્ટીજન્સી ખાતેના પરચુરણ ખર્ચ હેડમાંથી કરવાની મંજુરી આપવામાં આવી હતી. શહેરના કંસારા પ્રોજેકટમાં દબાણ હટાવવા માટે રૂ. ૩.૩ર લાખનો ખર્ચ થયો તેને મંજુરી આપવામાં આવી હતી. શહેરમાં રોડ, બ્લોક સહિતના, ડીવાઈડર સહિતના જુદા જુદા પ૧ કામને બહાલી અપાય હતી. સરકારની જનભાગીદારી યોજનામાં રૂ. ૬૮.૩પ લાખની અંદાજીત રકમના ૧પ કામોની મંજુરી આપી હતી તથા સ્થાનિક સંસ્થાના લોકફાળાની રકમ ભરવાની મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં ખાસ કોઈ ચર્ચા કરવામાં આવી ના હતી અને ફટાફટ ઠરાવોને બહાલી આપી બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી.