Gujarat

વડોદરાના રાવપુરા પોલીસની હદમાંથી દોઢ મહિનામાં 15 ટુ વ્હીલર વાહનોની ચોરી

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
સયાજી હોસ્પિટલ તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો, તબીબ, કર્મચારી અને સગા સંબંધીઓના વાહનો ચોરાયા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના રાવપુરા પોલીસની હદમાંથી દોઢ મહિનામાં 15 ટુ વ્હીલર વાહનોની ચોરી

Vadodara Crime : વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી છેલ્લા દોઢ મહિનામાં લાખો રૂપિયાની કિંમતના 15 ટુ વ્હીલર વાહનોની ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. 

નવરાત્રી પર્વ દરમિયાન નવલખી અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ગરબા રમવા અથવા જોવા માટે પહોંચેલા 4 લોકોના ટુ વ્હીલર વાહનોની ચોરી થઈ હતી. લાલ કોર્ટ સામેના પાર્કિંગમાંથી શોપિંગ કરવા ગયેલા વૃદ્ધ દંપતીનું મોપેડ ચોરી થયું હતું. ખાસ કરીને તસ્કરોએ સયાજી હોસ્પિટલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. સયાજી હોસ્પિટલમાં પાર્કિંગ સહિતના અલગ અલગ સ્થળોએથી 3 તબીબ, 3 સયાજી હોસ્પિટલના કર્મચારી, અને 4 દર્દીના સગા સંબંધીના ટુ વ્હીલર વાહનોની ચોરી થઈ હતી. તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સયાજી હોસ્પિટલમાં પોલીસ ચોકી પાસેથી પણ ટુ વ્હીલરની ઉઠાંતરી કરી હતી. ઉપરોક્ત બનાવો સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીના ગુનાઓ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.