Get The App

નિવૃત્ત એસઆરપીના ૧૦.૨૫ લાખના, ટ્રેનમાં વેપારીના ૪.૩૬ લાખના દાગીના ચોરાયા

રાજસ્થાનથી લગ્ન પ્રસંગે આવેલા વેપારીની ઉંઘનો લાભ ટ્રેનમાં દાગીના ચોર્યા

નરોડાથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધને ચિલોડા લઇ જઇ ભાડુ લીધા વગર ઉતારી દીધા

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
નિવૃત્ત એસઆરપીના ૧૦.૨૫ લાખના,  ટ્રેનમાં વેપારીના ૪.૩૬ લાખના દાગીના ચોરાયા 1 - image

અમદાવાદ, બુધવાર

 રિક્ષામાં અને ટ્રેનમાં મુસાફરોના કિંમતી દાગીના ચોરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. નરોડાથી રિક્ષામાં બેસીને ગાંધીનગર જવાના બદલે નિવૃત્ત એસ.આર.પી જવાનને ચિલોડા લઇ ગયા ગયા અને રિક્ષામાં તેમના થેલામાંથી પેન્સનના ૬ લાખ અને દાગીના સહિત રૃા. ૧૦.૨૫ લાખની મતાની ચોરી કરીને ભાડુ લીધા ઉતારી દીધા હતા. જ્યારે જયપુરથી લગ્ન પ્રસંગે અમદાવાદ ટ્રેનમાં આવતી વખતે ઉંઘના લાભ લઇને તેમના થેલામાંથી રૃા. ૪.૩૬ લાખના દાગીનાની ચોરી કરી હતી.

નરોડાથી રિક્ષામાં બેઠેલા વૃદ્ધને ગાંધીનગરના બદલે ચિલોડા લઇ ભાડુ લીધા વગર ઉતારી દીધા ઃ સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ  હાથ ધરી

નિકોલ-નરોડામાં રહેતા અને એસ.આર.પીમાંથી નિવૃત્ત થયેલાવૃદ્ધે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૯-૦૧-૨૬ના રોજ બપોરના સમયે નરોડા ગેલેક્ષી ચાર રસ્તાથી ગાંધીનગર જવા માટે રિક્ષામાં બેઠા હતા જ્યાં રિક્ષા ચાલકે પેસેન્જરને ઉતારીને પાછા આવવાનું કહીને રિક્ષા ગાંધીનગરના બદલે ચિલોડા તરફ  લઇ ગયો હતો. જ્યાં રિક્ષામાંથી ઉતારીને ભાડુ લીધા વગર રિક્ષા ચાલક અને તેના સાગરિતો નાસી ગયા હતા વૃદ્ધે થેલો ચેક કરતાં તેમના પેન્સનના રોકડા રૃા. ૬ લાખ તથા દાગીના મળી કુલ રૃા. ૧૦.૨૫ લાખની મત્તાની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

બીજા બનાવમાં રાજસ્થાન જયપુરના વતની અને મેડિકલ સ્ટોર ધરાવી હોલસલમાં વ્યવસાય કરતા વેપારીએ કાલુપુર રેલવે સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓે અને તેમની પત્ની અમદાવાદ લગ્ન પ્રસંગે ટ્રેનાં બેસીને રાજસ્થાનથી આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પત્ની ચાલું ટ્રેનમાં સૂઇ ગયા હતા, ઉંઘનો લાભ લઇને અજાણી વ્યક્તિ તેમના પાસેના રોકડા રૃા. ૮૦ હજાર તથા દાગીના સહિત કુલ ૪,૩૬,૫૦૦ની મત્તાની ચોરી કરી હતી.