રાજ્યના વિવિધ શહેરોમાંથી 21 સ્કૂટરો ચોરનાર અમદાવાનો 63 વર્ષીય વાહનચોર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના જુદાજુદા શહેરમાં સ્કૂટરો ચોરીને ઉત્પાત મચાવનાર ૬૩ વર્ષીય અઠંગ વાહન ઉઠાવગીરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં ૨૧ સ્કૂટર ચોરીનો ભેદ ખૂલ્યો છે. પોલીસે તેના સાગરીતને પણ ઝડપી પાડયો છે.
શહેરના ખાસવાડી સ્મશાન ગૃહ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્કૂટર સાથે મુનાવર હુસેન ઉર્ફે મુનાક ઉર્ફે છોટુ શેખ (લોખંડવાલા ફ્લેટ,જૂની એફડી સ્કૂલ પાસે, જમાલપુર,અમદાવાદ)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેની પાસેનું સ્કૂટર બે દિવસ પહેલાં ભરૃચના બ્રિજ પાસેથી ચોરી થયાની વિગતો બહાર આવી હતી.
આ ઉપરાંત વાહન ઉઠાવગીર પાસેથી સાત સ્કૂટરની ચાવી પણ મળી આવતાં પોલીસને શંકા ગઇ હતી.જેથી એસીપી ડીજે ચાવડા અને ટીમે વધુ તપાસ કરતાં છ મહિના પહેલા જ જેલમાંથી બહાર આવેલા અઠંગ વાહન ઉઠાવગીર મુનાવરહુસેને વડોદરા, પાટણ,મહેસાણા,ચાણસ્મા,પેટલાદ જેવા વિસ્તારોમાં ટ્રેન કે બસ મારફતે જઇ સ્કૂટરો ચોરી કર્યાના ૨૧ બનાવોનો ભેદ ખૂલ્યો હતો.
પોલીસે વાહન ઉઠાવગીર પાસેથી ચોરીના કેટલાક સ્કૂટરો ખરીદનાર ગેરેજવાળા ઇમરાન અબ્બાસભાઇ શેખ(અલીભાઇનું ડેલું,દિલ્હી ચકલા,દરિયા પુર,અમદાવાદ)ને પણ ઝડપી પાડી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.




