કોરોનાના ૧૩ નવા કેસ નોંધાયા : આઇ.સી.યુ માં દાખલ દર્દીઓની સંખ્યા વધી

વડોદરા,કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે.આજે શહેરમાં કુલ ૧,૪૯૭ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી માત્ર ૧૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગઇકાલે ૮૮૧ સેમ્પલના ટેસ્ટિંગમાં ૨૬ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ગોત્રી, રામદેવનગર, નવીધરતી, માણેજા, સુભાનપુરા અને નવાયાર્ડમાંથી લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૩૮ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫ છે.જે ગઇકાલે ૧૭૦ હતી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૬૪ છે.જે ગઇકાલે ૮૯ હતી.ગઇકાલે વેન્ટિલેટર પર ૭ દર્દીઓ હતા.જે આજે ઘટીને ૪ થઇ ગયા છે.ઓક્સિજનના સપોર્ટ પર બાવન દર્દીઓ છે.જ્યારે ગઇકાલે ૭૬ દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર હતા.ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યા પણ ગઇકાલની સરખામણીમાં ૧૦૪ થી ઘટીને ૫૨ થઇ ગઇ છે.જોકે,આઇ.સી.યુ.માં ગઇકાલે ૬ દર્દીઓ સારવાર હેઠળ હતા.જે આજે વધીને ૮ થઇ ગયા છે.




