Get The App

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી 1 - image


Ahmedabad News: રાજ્ય વેરા ખાતા(સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી 2 - image

ઝડપાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી 3 - image

અધિકારીઓ દ્વારા માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.