Gujarat
અમદાવાદમાં કોરોનાના ૧૨૦ કેસ નોંધાયા
By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022

અમદાવાદ,બુધવાર,23 ફેબ્રુ,2022
અમદાવાદમાં બુધવારે
કોરોનાના દૈનિક કેસમા ૩૭ કેસનો ઘટાડો થતા નવા ૧૨૦ કેસ નોંધાવા પામ્યા
હતા.સતત બીજા દિવસે પણ શહેરમાં કોરોનાથી
કોઈ મોત નોંધાયુ નથી. ૩૧૩ દર્દી સાજા થયા હતા.
શહેરના તમામ રસીકરણકેન્દ્રો ઉપરથી બુધવારે ૧૮૭૯ લોકોને
કોરોના રસીનો પહેલો ડોઝ,૧૨૯૦૭
લોકોને રસીનો બીજો ડોઝ તથા ૧૫૩૬ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ ૧૬૩૨૨
લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૫૩૮ બાળકોને કોરોના
રસીનો પહેલો ડોઝ અને ૪૮૦૬ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.




