Gujarat
૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો
By GS TEAM
22 Dec 20251 min read

વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. જે અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રોજીરોટી કમાવવા માટે એક શ્રમજીવી પરિવાર વડોદરા આવ્યું હતું અને માંજલપુર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતું હતું. આ પરિવારની ૧૨ વર્ષની સગર્ભા સગીરાને ગઇકાલે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાની તબિયત લથડતા તેની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, સગર્ભાની ઉંમર વધુ છે. તે તેના સગીર વયના પતિ સાથે જ રહે છે. બંનેેએ પ્રેમ લગ્ન કરતા સમાજના પંચે કાયદેસર કર્યું હતું. તેઓ સાથે જ રહેતા હતા. પોલીસનું કહેવું છે કે, ૧૨ વર્ષની કિશોરીની બાયોલોજીકલ ઉંમર ૧૬ વર્ષની હોવાનું અનુમાન છે.








