Gujarat

વડોદરાના સેવાસી વિસ્તારમાં લાગેલી આગમાં એક ડઝન ઝુંપડા ખાક

By GS Team
17 Jan 20221 min read
This article was originally published on 17 Jan 2022
વડોદરાના સેવાસી વિસ્તારમાં લાગેલી આગમાં એક ડઝન ઝુંપડા ખાક

વડોદરા, તા. 17 

વડોદરાના સેવાસી વિસ્તારમાં આજે વહેલી સવારે લાગેલી આગના બનાવમાં એક ડઝન ઝુંપડા લપેટાયા હતા. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઇ બીજા ઝુંપડા બચાવ્યા હતા.

સેવાસી પોલીસ ચોકી પાછળ આવેલા મેદાનમાં છેલ્લા કેટલાક સમયથી ડોર ટુ ડોર કચરા નું કલેક્શન કરતા શ્રમજીવી પરિવારો રહેતા હતા. આજે સવારે પરિવારજનો કચરો કલેકટ કરવાની કામગીરી માટે નીકળ્યા હતા તે દરમિયાન કોઈ કારણસર આગ લાગી હતી.

આગમાં એક પછી એક ઝુંપડા લપેટાયા હતા. જેને કારણે અંદરની ઘરવખરી ખાક થઇ ગઇ હતી. નજીકમાં આવેલી કંપનીના સિક્યુરિટી ગાર્ડે આગમાં લપેટાયેલા ઝુંપડા જોતા તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઝુપડા ની પાસે મૂકવામાં આવેલો સ્ક્રેપનો મોટો જથ્થો પણ આગમાં લપેટાતા ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઇ વધુ નુકસાન અટકાવ્યું હતું.