Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
bullet train

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(MAHSR) હેઠળ 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ લૉન્ચ કર્યો છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મી સ્ટીલ બ્રિજ લૉન્ચ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર, આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકની સમાંતર સ્થિત છે. આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઇન કરાયો હતો. ત્યાર પછી હેવી-ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ

અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ

આ સ્ટીલ બ્રિજ કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજીંગ પર બનાવાયો હતો, જે જમીનથી 16.5 મીટર ઉપર છે. આ સ્ટીલ બ્રિજ આશરે 29,300 ટોર્ક-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સથી બનાવવામાં આવ્યો છે અને ટકાઉપણું વધારવા માટે C5 સિસ્ટમ પેઇન્ટિંગથી કોટેડ કરાયો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ 2 - image

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના છે, જેમાંથી ગુજરાતમાં 17 અને 11 મહારાષ્ટ્રમાં છે.