Gujarat

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ

By GS TEAM
12 Oct 20251 min read
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ

મેન્ટોર અને એલસીબી સ્ટાફને સાથે રાખી

પાંચ વર્ષમાં મિલકત સબંધી ગુનામાં બેથી વધુ વખત પકડાયેલા ગુનેગારો પર સતત વૉચ શરૂ

આણંદ: આણંદ જિલ્લામાં પોલીસ મેન્ટરોને સાથે રાખી ૧૧૮ સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં મિલકત સબંધી ગુના જેવા કે, ધાડ, લુંટ, ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, બેગ લિફ્ટિંગ જેવા બે કે તેથી વધુ ગુનાઓમાં પકડાયેલા સક્રિય ગુનેગારો ઉપર સતત વોચ રહે તે માટે એક ગુનેગાર ઉપર એક પોલીસની વોચ મુકી તેને વારંવાર ચેક કરવા તથા તેની ગતિવિધિ ઉપર નજર રાખવા મેન્ટર પ્રોજેક્ટ ૨૦૨૩થી અમલમાં મૂકાયો છે. 

આ પ્રોજેક્ટને વેગ આપવા આણંજ જિલ્લાના ૧૨૨ પોલીસની મેન્ટર તરીકે નિમણૂક કરી આણંદ એલસીબી પીઆઈની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરાઈ હતી. ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે તા.૦૮/૧૦/૨૫થી તા.૧૧/૧૦/૨૫ સુધી કુલ ૧૧૮ જેટલા સક્રિય ગુનેગારોને એલસીબી કચેરીએ બોલાવી ઓખળ પરેડ કરાઈ હતી.