વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં તા.૨૬ એપ્રિલ, સોમવારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડભોઈ- સાવલી- પાદરા, વાઘોડિયા એમ ચાર નગર પાલિકા તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થયું હતું. ચારે ચૂંટણીમાં મળીને ૧૮,૬૨,૩૩૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કરતી વખતે મતદારોએ પોતાનું ઓળખપત્ર બતાવવું જરુરી હોય છે.આ માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોના ચૂંટણી કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ૧૪ જેટલા દસ્તાવેજો મતદારોની ઓળખ તરીકે રજૂ કરવા માટે માન્ય દસ્તાવેજો ઠેરવ્યા છે.સોમવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઓળકા માટે કયા પ્રકારના પુરાવાનો ઉપયોગ કર્યો છે તેની રસપ્રદ જાણકારી સામે આવી છે અને તે પ્રમાણે સૌથી વધુ ૧૧,૧૯,૩૨૭ મતદારોએ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.બીજા ક્રમે મતદાર આઈડી તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરનારા મતદારોની સંખ્યા ૭,૧૦,૩૧૯ રહી હતી. જ્યારે સૌથી ઓછા ૨૯ મતદારો એવા હતા જેમણે પુરાવા તરીકે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગના યુડીઆઈડી કાર્ડને રજૂ કરીને મતદાન કર્યું હતું.
કઈ ચૂંટણીમાં મતદારોએ કયા કયા પ્રકારના આઈડીનો ઉપયોગ કર્યો
આઈડી જિ.પં. તા.પં. મ્યુ.કોર્પોરેશન નગર પાલિકા
ચૂંટણી કાર્ડ ૨,૯૯,૧૭૫ ૫,૮૦૨૬૨ ૪,૭૭,૩૮૬ ૪૨,૪૮૫
આધાર કાર્ડ ૨,૬૭,૧૬૮ ૨,૭૨,૫૮૩ ૧,૫૦,૪૧૫ ૨૦,૧૫૩
મનરેગા કાર્ડ ૫૦ ૪૮ ૨૧ ૪
ફોટોગ્રાફ સાથેની પાસબૂક ૮૭ ૮૦ ૧૫ ૧
શ્રમ મંત્રાલય હેલ્થ ઈન્સો.કાર્ડ ૨૬ ૩૩ ૫ ૨
ડ્રાઈવિંગ લાયસન્સ ૪,૧૦૦ ૪,૧૯૩ ૯,૬૪૮ ૪૮૪
પાન કાર્ડ ૨૧૯૫ ૨૨૭૪ ૫૨૪૨ ૪૩૦
આરજીઆઈ સ્માર્ટ કાર્ડ ૬ ૬ ૧૫ ૦
પાસપોર્ટ ૨૭૭ ૨૭૬ ૭૦૭ ૨૫
પેન્શન દસ્તાવેજ ૨૭ ૨૮ ૭૧ ૧
યુડીઆઈડી કાર્ડ ૬ ૯ ૧૦ ૪


