Gujarat

ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
500, 1000 રૂપિયાની ચલણી નોટો બંધ થયાના 10 વર્ષ પછી પણ આ પ્રતિબંધિત જૂની નોટો વટાવવાનો વેપલો આયોજનબદ્ધ રીતે ધમધમી રહ્યો છે, હજુ પણ 10થી 15 ટકા કમિશનથી મેળવવા માટે હેરાફેરી થઈ રહી છે. જેમાં ખાસ કરીને સુરત અને મુંબઈના કેટલાક લોકો આવી લાખો રૂપિયાની નોટો વટાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાજેતરમાં નરોડા પોલીસે પ્રતિબંધિત 500 અને 1000ની 90 લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે આરોપીને પકડ્યા હતા. તેઓની પૂછપરછમાં સુરતના શખસે આંગડિયા મારફતે નોટો વટાવવા માટે અમદાવાદ મોકલી હતી. જો કે, નોટો સાથે આરોપીઓ પકડાઇ જતાં નોટા વટાવી શકતા આ ચેઇન તૂટી ગઈ હતી. આ પ્રકારે લવાતી નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે. પરંતુ અનેક કિસ્સા પછી પણ નેટવર્કના મૂળ સુધી તપાસ પહોંચતી જ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 500-1000ની નોટો બંધ થયાના 10 વર્ષે પણ કમિશનથી વટાવી આપવાનો કારોબાર

Gujarat illegal Currency Racket: 500, 1000 રૂપિયાની ચલણી નોટો બંધ થયાના 10 વર્ષ પછી પણ આ પ્રતિબંધિત જૂની નોટો વટાવવાનો વેપલો આયોજનબદ્ધ રીતે ધમધમી રહ્યો છે,  હજુ પણ 10થી 15 ટકા કમિશનથી મેળવવા માટે હેરાફેરી થઈ રહી છે. જેમાં ખાસ કરીને સુરત અને મુંબઈના કેટલાક લોકો આવી લાખો રૂપિયાની નોટો વટાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તાજેતરમાં નરોડા પોલીસે પ્રતિબંધિત 500 અને 1000ની 90 લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે આરોપીને પકડ્યા હતા. તેઓની પૂછપરછમાં સુરતના શખસે આંગડિયા મારફતે નોટો વટાવવા માટે અમદાવાદ મોકલી હતી. જો કે, નોટો સાથે આરોપીઓ પકડાઇ જતાં નોટા વટાવી શકતા આ ચેઇન તૂટી ગઈ હતી. આ પ્રકારે લવાતી નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની આશંકા છે. પરંતુ અનેક કિસ્સા પછી પણ નેટવર્કના મૂળ સુધી તપાસ પહોંચતી જ નથી.

જૂની નોટો રિઝર્વ બેન્કમાં વટાવાતી હોવાની શંકા!

પાંચ દિવસ પહેલા નરોડામાં ગેલેક્સી સિનેમા ચાર રસ્તાથી પોલીસે કૃષ્ણનગરના અનિલ રબારી અને પાટણના કુષ્ણપાલસિંહ સોઢાને પકડી પાડયા હતા તેમની કારમાંથી 90 લાખ રૂપિયાની કિંમતની 500ની અને 1000 રૂપિયાના દરની જૂની પ્રતિબંધીત નોટો મળી આવી હતી.  જોકે, પોલીસને થાપ આપીને લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખસો ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓએ આ જૂની નોટો વિજાપુરના જિતેન્દ્રસિંહ રાઠોડ પાસેથી વટવા માટે લાવ્યા હતા. પરંતુ  નોટો કોઈ લેતું ન હોવાથી પાછી આપવા જતા પહેલા પકડાઇ ગયા હતા. પોલીસે વિજાપુરના જિતેન્દ્રસિંહની ધરપકડ કરતા તેને આ નોટો સુરતના અડાજણમાં ટેક્ષટાઇલનો વ્યવસાય કરતા જયભાઇ શાહના નામના વેપારીએ મોકલી હતી. પરંતુ  આ નોટો આરોપીઓ વટવી શક્યા ન હતા, જો કે, સુરતનો આરોપી પકડાયા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાસ થશે.

આ પણ વાંચો: VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન

પોલીસ તપાસમાં જય શાહ વિજાપુરના જિતેન્દ્ર સિંહના સંપર્કમાં વર્ષ 2019-2020 કોરોનાકાળ સમયે આવ્યો હતો, તે સમયે જે તે સમયે રિઝર્વ બેન્ક આવી જૂની નોટો લેતી હતી. ત્યાં વટાવીને આરોપીઓ 15 ટકા કમિશન મેળવતા હતા. જો કે, અત્યારે તાજેતરમાં સુરતના આરોપીએ 90 લાખની નોટો ક્યાંથી લાવીને આપી હતી અને  અમદાવાદમાં કોને કોને આપતા હતા તેનો ભેદ ફરાર આરોપીઓ પકડાયા બાદ ભેદ ઉકેલાશે. જો કે, 10 વર્ષમાં આવી જૂની કરોડેની નોટો પકડાઇ ચૂકી છે.

ગુજરાતમાં 10 વર્ષથી પ્રતિબંધીત જૂની 500 અને 1000 રૂપિયાની નોટોની હેરાફેરી

વર્ષ 8-11-2016થી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 10 વર્ષ પછી પણ જુની ચલણી નોટોની હેરાફેરીનો ગોરખધંધો ચાલી રહ્યો છે. 

•માર્ચ 2026: અમદાવાદ-નરોડા, 89 લાખ રૂપિયા

•ઓગસ્ટ 2025: વડોદરા, 78 લાખ રૂપિયા

•મે 2025: સાણંદ-બાવળા રોડ, 1.90 કરોડ રૂપિયા

•ફેબ્રુઆરી 2019: નવસારી, 3.50 કરોડ રૂપિયા 

•માર્ચ 2017: સુરત ઉધના, 42 લાખ રૂપિયાની ચલણી નોટો