Gujarat
કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાયત
By GS TEAM
30 Aug 20251 min read
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કુંભનાથપરા નજીક વેલનાથ ચોકમાં પાર્ક કરવામાં આવેલા જીજે 8 ડબ્લ્યુ. 0118 તેમજ જીજે 6 ઝેડ 9697 બરના કુલ બે ટ્રકમાંથી કોઈ તસ્કરો ગત 9.8.2025ના રોજ ચોરી કરી લઈ ગયા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કુંભનાથપરા નજીક વેલનાથ ચોકમાં પાર્ક કરવામાં આવેલા જીજે 8 ડબ્લ્યુ. 0118 તેમજ જીજે 6 ઝેડ 9697 બરના કુલ બે ટ્રકમાંથી કોઈ તસ્કરો ગત 9.8.2025ના રોજ ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે એક ટ્રકના ચાલક કાલાવડમાં કુંભનાથપરા વિસ્તારમાં રહેતા આનંદભાઈ ભીખુભાઈ ગોહિલે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે છોરીનો ભેદ ઉકેલવામાં કાલાવડ ટાઉન પોલીસની ટીમને સફળતા સાંપડી છે, અને બંને ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામના વાસુભાઈ અશ્વિનભાઈ સીતાપરા નામના એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી 6 બેટરી કબજે કરી લીધી છે.