Gujarat

કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત

By GS Team
21 Aug 20251 min read
This article was originally published on 21 Aug 2025
કલ્યાગઢ ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 1નું મોત

બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન

અકસ્માતમાં એકને ઇજા ઃ ગાંગડ ગામના યુવકો નોકરીએ જતા હતા ઃ અકસ્માત સર્જી ચાલક ફરાર

બગોદરાબાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય શખ્સને ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઇને નાસી છુટયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાવળા તાલુકાના ગાંગડ ગામના ભરતભાઈ ઘુઘાભાઇ સોલંકી (ઉં.વ.૩૫) અને પ્રવીણભાઈ બોઘાભાઈ સોલંકી બંને ગાંગડ ગામથી બાઈક લઇ કંપનીમાં જઈ રહ્યા હતા. ત્યારે બાવળા-બગોદરા હાઇવે પર આવેલા કલ્યાણગઢના ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં  બાઇક પર સવાર ભરતભાઈ ઘુઘાભાઈ સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પ્રવીણભાઈ સોલંકીને ઇજાઓ થતાં બગોદરા ૧૦૮ દ્વારા તેમને પ્રાથમિક સારવાર આપી બાવળા હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા હતા. બગોદરા પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે બગોદરા ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધી વાહન ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.