Gujarat

પરિવારજનો ધાબે સૂતા હતા,માળિયામાં ડબ્બામાંથી રૃ.૧.૬૪ લાખની મતા ચોરાઇ

By GS TEAM
18 Apr 20261 min read
પરિવારજનો ધાબે સૂતા હતા,માળિયામાં ડબ્બામાંથી રૃ.૧.૬૪ લાખની મતા ચોરાઇ

અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં તસ્કર ટોળકી પરિવારજનો મકાનના ધાબે સુતા હોય તેવા મકાનાને ટાર્ગટ કરીને મધરાતે ચોરીને અંજામ આપી રહ્યા છે. મેઘાણીનગરમાં શ્રમજીવી પરિવારનો સભ્યો ધાબે સૂતા હતા અને તસ્કરોએ મકાનના તાળાં તોડીને રોકડ અને દાગીના સહિત કુલ રૃા. ૧.૬૪ લાખની મતાની ચોરી કરી હતી. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી જાણભેદુ હોવાની શંકા આધારે તપાસ શરુ કરી છે.

કબાટ અને ડબ્બામાંથી રોકડા ૧.૧૦ લાખ અને સોનાના દાગીનાની ચોરી કરી ઃ જાણભેદુ હોવાની દિશામાં તપાસ

 મેઘાણીનગરમાં ચાલીમાં રહેતા શ્રમજીવી યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૬-૦૪-૨૬ના રોજ રાતે યુવક પરિવારજનો સાથે ધાબે સુવા ગયા હતા અને મધરાતે તસ્કરોએ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશીને માળીયામાં ડબ્બા તથા કબાટમાંથી રોકડા રૃા. ૧.૧૦ લાખ અને દાગીના સહિત કુલ રૃા. ૧.૬૪ લાખની મતાની ચોરી કરી હતી. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી જાણભેદુ હોવાની શંકા આધારે તપાસ શરુ કરી છે.