Gujarat
શહેરમાં ૧.૫૦ લાખ રખડતા કૂતરાં, પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ, રસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે
By GS TEAM
20 Dec 20251 min read

અમદાવાદ,શનિવાર,20 ડિસેમ્બર, 2025
અમદાવાદમાં અંદાજે ૧.૫૦ લાખ રખડતા કૂતરાં છે. મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ અને રસીકરણ માટે રુપિયા ૧૬૫૦
ચૂકવાશે.જે રખડતા કૂતરાંનુ અગાઉ ખસીકરણ થઈ ગયુ હોય એના રસીકરણ તથા માઈક્રોચીપ
લગાવવા રુપિયા ૪૦૦ ચૂકવાશે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૨૬મા શહેરના વિવિધ
વિસ્તારમા રખડતા કૂતરાંઓને અલગ ઓળખ આપવા તેને આરએફઆડી ટેગ,માઈક્રોચીપ લગાવી
અલગ ઓળખ આપવામા આવનાર છે.કોર્પોરેશન તરફથી બીડરો પાસેથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ
મંગાવાઈ છે.જેમા કવોલીફાય થનારી એજન્સીએ દર ત્રણ મહિનામા ૯૦૦ રખડતા કૂતરાંનુ
ખસીકરણ કરવાનુ રહેશે. શહેરના વસ્ત્રાલ અને લાંભા ખાતે માર્ચ-૨૬ સુધીમાં ડોગ શેલ્ટર
તૈયાર થઈ જશે.








