દરરોજ ત્રણ કલાક સાયક્લિંગ, સ્વિમિંગ અને રનિંગને લીધે 'હાફ આયર્નમેન' પૂર્ણ કરી શક્યો

By GS Team
29 Jul 20221 min read
This article was originally published on 29 Jul 2022
દરરોજ ત્રણ કલાક સાયક્લિંગ, સ્વિમિંગ અને રનિંગને લીધે 'હાફ આયર્નમેન' પૂર્ણ કરી શક્યો

બાળકો પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે તો સારું પરિણામ મેળવી શકે છે ત્યારે શહેરના શેલા વિસ્તારમાં આવેલી સ્કાયસિટીમાં રહેતા 20 વર્ષીય આર્યન સંઘવીએ તાજેતરમાં મલેશિયાના ડેઝારું કોસ્ટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ટ્રાયથલોનમાં હાફ આયનમેન સ્પર્ધામાં જોડાઇને 6 કલાક 42 મિનિટમાં ટ્રાયથલોન પૂરી કરતા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આ વિશે આર્યન સંઘવીએ કહ્યું કે, હું પહેલાં બેડમિન્ટન રમતો હતો. 2020માં મને હાફ આયર્નમેન કરવાની ઇચ્છા થઇ હતી. મારા પિતા ડૉક્ટર છે અને તેમને પહેલાં મારું વજન ઓછું થાય તે માટે મને રનિંગ કરવાની પ્રેક્ટિસ કરાવી હતી સાથે સાથે સાયક્લિંગ અને સ્વિમિંગની સખત પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2020માં મને કોરોના થયો હતો ત્યારે ઘરમાં જ રહીને પ્રેક્સિક કરતો હતો. હાફ આયનમેન  7 કલાક 20 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. હાફ આયર્નમેનમાં સ્વિમિંગ 1.9 કિ.મી., સાયક્લિંગ 90 કિ.મી., અને રનિંગ 21.1 કિ.મી કરવાનું હોય છે અને મેં તે 6 કલાક અને 42 મિનિટમાં પૂર્ણ કર્યું હતું જેને લીધે મને ઘણી ખુશી થઇ હતી. એક સાથે સ્વિમિંગ, સાયક્લિંગ અને રનિંગ કરવાની હોવાથી તેને ટ્રાયથલોન કહેવામાં આવે છે. અભ્યાસના સમય પછી સખત પ્રેક્ટિસ કરું છું. મારો ગોલ આગામી નવેમ્બર મહિનામાં ગોવા ખાતે યોજાનાર ઇન્ટરનેશલ હાફ મેરેથોન હાલ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરવાનો મારો ગોલ છે.