ગ્લોબલ વોર્મિંગને કારણે 2050માં તાપમાન 2.5 ડિગ્રી વધશે જે પર્યાવરણ માટે ઘાતક સાબિત થશે

By GS Team
11 Jul 20192 mins read
This article was originally published on 11 Jul 2019
ગ્લોબલ વોર્મિંગને કારણે 2050માં તાપમાન 2.5 ડિગ્રી વધશે જે પર્યાવરણ માટે ઘાતક સાબિત થશે

જે.જી. કોલેજ ઓફ નર્સિંગ ખાતે કરિક્યુલમ એક્ટિવિટી અંતર્ગત નર્સિંગના બીજા વર્ષના સ્ટુડન્ટ્સે આચાર્ય સરોજબેન ક્રિશ્ચિયનની આગેવાની હેઠળ 'ગ્લોબલ વોર્મિંગ' વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત મોબાઇલ ફોનની અસરો પર ગુ્રપ ચર્ચા અને 'સંચારના અવરોધો' વિષય પર નાટકનું પરફોર્મન્સ કરાયું. આ પ્રોગ્રામ ખાસ હતો કારણ કે તેમાં સ્ટુડન્ટ જ પેનાલિસ્ટ બન્યા હતા. ત્રણ પેનલ ટીમ તેમજ એક સ્ટુડન્ટ મોડરેટર હતા. ગ્લોબલ વોર્મિંગ પર સ્ટુડન્ટ દ્વારા કરાયેલા સ્ટડી પરથી તેઓએ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર, તેના પ્રિઝર્વેશન, ગવર્મેન્ટ તેમજ પબ્લિકે રાખવી પડતી સાવચેતી અંગે તેઓેએ આ પેનલ ડિસ્કશનમાં ચર્ચા કરી હતી.

ગ્લોબલ વોર્મિંગની અસર માનવીય શરીર પર થશે

ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે ઘણા દેશોએ એગ્રિમેન્ટ સાઇન કર્યા છે જેમાં ભારત પણ એક છે. પરંતુ ઘણા દેશો એવા છે કે જે વીજળી ઉત્પન્ન કરવા માટે ફોઝીલ ફ્યુલને બાળી રહ્યા છે જે ગ્લોબલ વોર્મિંગનો મુખ્ય સ્ત્રોત છે. આને સ્ટ્રોંગલી બેન કરવું જોઇએ. એક અલગ લેવલે વિચારવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની અસર માનવશરીર પર થશે જેને કારણે ચામડી રોગો, અસ્થમા અને ડિપ્રેશન જેવા રોગોનું પ્રમાણ વધી શકે છે. -  નિશિ પરમાર, સ્ટુડન્ટ

છેલ્લા ૧૦૦ વર્ષમાં તાપમાનનો રેટ વધીને ૧ ડિગ્રી થઇ ગયો છે

૮૦૦૦ વર્ષથી પૃથ્વીનું તાપમાન ૦.૫ ડિગ્રી વધ્યું હતું પરંતુ એક સર્વે મુજબ  છેલ્લા ૧૦૦ વર્ષમાં તે રેટ વધીને ૧ ડિગ્રી થઇ ગયું છે. આવનાર સમયમાં આમ જ રહશે તો ૨૦૫૦માં ૨.૫ ડિગ્રી તાપમાન વધશે. આ પ્રોસેસ ઇનરિવર્સિબલ છે તેથી તે પર્યાવરણ માટે ઘાતક સાબીત થશે. આ માટે ગવર્મેન્ટે પબ્લિકને જાગૃત કરવાની જરૃર છે. આ માટે વધુ વૃક્ષો વાવવા જરૃરી છે. - કૌશલ પટેલ, સ્ટુડન્ટ

કુલ પ્રદૂષણનો ૨૭%  ભાગ વાહનોના ઉત્સર્જનને કારણે છે

ગ્લોબલ વોર્મિંગ થવાના કુદરતી કારણોમાં ગ્રીનહાઉસ અસર, કુદરતી હોનારત અને પૃથ્વીની ધરીનું ધીરેથી ફરવું છે. જ્યારે માઇનિંગ, ઝડપી વધતું ઔદ્યોગિકીકરણ અને વધુ પડતો વાહનોનો વપરાશ તે માનવસર્જિત કારણો છે. ગવર્મેન્ટ દ્વારા વધુ પડતા વાહનો પર નિયંત્રણ લાવવું જોઇએ કારણ કે કુલ પ્રદૂષણનો ૨૭ ટકા ભાગ વાહનોના ઉત્સર્જનને કારણે છે.- ધારા પટેલ, સ્ટુડન્ટ